
અમદાવાદ,21 નવેમ્બર (હિ.સ.) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત સરકારના સ્વચ્છતા હી સેવા થીમ હેઠળ શરૂ કરવામાં આવેલ 60 દિવસના સફાઈ ઝુંબેશ કાર્યક્રમોમાં, સ્વચ્છતાનાં અભિયાનમાં તારીખ પ્રમાણે આપવામાં આવેલ શિડ્યુલ મુજબ શહેરના 7 ઝોનમાં આવેલા વિવિધ લોકેશનોની સફાઈ કરવામાં આવી હતી, આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટીક અંગેનો જાગૃતિ કાર્યક્રમ અને કલેક્શન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના પૂર્વ ઝોનમાં ખોડિયાર નગર માર્કેટ, અનુપમ રોડ અને સુખરામનગર રોડ, આંજણા ચોક, કર્ણાવતી મેગામોલ, ગ્રીનમાર્કેટ, ચાર તોળા ક્બ્રસ્તાન, લાલગેબી રોડ, શુકન ચોકડીથી રસપાન સહિતના વિસ્તારોમાં 691 કલાકનું શ્રમદાન કરી 3 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં પી.ટી કોલેજે રોડ, પાલડી, ભગવાનનગર પ્લોટ(લીગસી વેસ્ટ), D કેબિન AMTS સ્ટેન્ડ, ડી કેબિન રેલવે પેરેલર, કેશવનગર શાક માર્કેટ (લીગસી વેસ્ટ -એમ.પી.ની ચાલી), મેગી બા રોડ, રત્ન જ્યોત માર્કેટ વિસ્તાર, વાસણા ગામ, ભાગોળ શાક માર્કેટ, અમન આકાશ રેલ્વે લાઈન-લિગસી વેસ્ટ, શ્રદ્ધાદીપ કોમ્પલેક્ષ, નારણપુરા ચાર રસ્તા,સી.જી.રોડ, IIM રોડ, સુમેરૂ સોસાયટી રોડ જેવા વિસ્તારોમાં 1766 કલાકનું શ્રમદાન કરી 163 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના ઉત્તર ઝોનમાં ક્રોસિંગ રોડ, ઠક્કરનગર એપ્રોચ રોડ, બાપુનગર, શ્યામ શિખર રોડ, ઇન્ડીયા કોલોની વોર્ડ વગેરે વિસ્તારોમાં 80 કલાકનું શ્રમદાન કરી 1 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના દક્ષિણ ઝોનમાં ભુલાભાઈ રોડ, વટવા બજાર રોડ, નારોલ માર્કેટ, સિદ્ધિ માર્કેટ રોડ, આલીશાન રોડ, અમૃત ડેરી રોડ, ખોખરા સર્કલથી હાટકેશ્વર સર્કલ રોડ વિસ્તારમાં 233કલાકનું શ્રમદાન કરી 3 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. શહેરના મધ્ય ઝોનમાં એ.પી.એમ.સી. માર્કેટ, ગવર્મેંટ કોલોની વિસ્તાર, ચોખા બજાર, પ્રેમ દરવાજાથી ફુટ માર્કેટ, પ્લાસ્ટીક બજાર, રતનપોળ (અલંકાર રોડ), મેઘાણીનગર શાક માર્કેટ વગેરે સ્થળોએ 45 કલાકનું શ્રમદાન કરી 1 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં ડમરું સર્કલ, બળિયાદેવ માર્કેટ, બોપલ શાક માર્કેટ, બોપલ-ઘુમા રોડ, વંદે માતરમ જેવા વિસ્તારોમાં 300 કલાકનું શ્રમદાન કરી 11 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં દિવ્ય ભાસ્કર ફૂટકોર્ટ, દેવાસ ફ્લેટ, રિધ્ધિ માર્કેટ, સોનલ સિનેમા રોડ જેવા વિસ્તારોમાં 607 કલાકનું શ્રમદાન કરી 5 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આજનાં આ સફાઈ ઝુંબેશ કાર્યક્રમોમાં કુલ 3722 ક્લાકનું શ્રમદાન કરવામાં આવ્યું અને 187.79 મેટ્રીક ટન કચરાનું કલેકશન કરી તેનો આખરી નિકાલ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર//માધવી
