વલસાડ, 19 નવેમ્બર(હિ. સ.)-ઉમરગામ GIDCમાં આગ લાગતા કંપનીમાં રહેલું કેમિકલ રસ્તા અને ગટરમાં ઊતરી જતાં આગ પર કાબુ કરવી મુશ્કેલ બની ગઇ છે. એક પછી એક આજુબાજુની ત્રણ કંપનીઓ સુધી આ આગ પ્રસરી ગઇ હતી. બનાવની જાણ થતા જ ઉમરગામ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વહેલી સવારે આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.
આગ એટલી ભીષણ હતી કે ફાયર વિભાગની 5 ગાડીઓ, ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ આગ ક્યા કારણોસર લાગી, તે હજુ સુધી જાણી શકાયુ નથી.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
