
નવી દિલ્હી, 16 નવેમ્બર(હિ. સ.) ફિલ્મનો ફર્સ્ટ લૂક આવ્યો ત્યારથી જ ખુશાલી કુમાર, મિલિંદ સોમન, એહાન ભટ અને તુષાર ખન્ના સ્ટારર ફિલ્મ, સ્ટારફિશ માટે ચાહકોની ઉત્તેજના વધી ગઈ છે. ફિલ્મના ટીઝરે દર્શકોની ઉત્સુકતા વધારી દીધી હતી. હવે સ્ટારફિશ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. નેટીઝન્સ એહાન, તુષાર અને મિલિંદથી ખૂબ જ પ્રભાવિત છે અને ખુશાલીના અદ્ભુત ઓન-સ્ક્રીન અવતારથી પણ આશ્ચર્યચકિત છે. સ્ટારફિશ ફિલ્મ 24 નવેમ્બર, 2023ના રોજ રિલીઝ થશે.
આ ફિલ્મમાં ખુશાલીના પાત્રનું નામ તારા છે, જે કોમર્શિયલ ડાઇવર છે. તે પોતાની કળા થી લોકોના દિલ જીતી રહી છે, પરંતુ ભૂતકાળની કેટલીક ખરાબ યાદો તેને સતાવે છે. લોકોમાં તેને જાણવાની ઉત્સુકતા વધુ વધી છે. અગાઉ, ખુશાલીએ કહ્યું હતું કે, આ તેણીની સૌથી પડકારજનક ભૂમિકાઓમાંની એક છે. ફિલ્મના ક્લાઈમેક્સ પછી તેણીએ કેટલાક ગંભીર આઘાતમાંથી પણ પસાર થઈ હતી.
અખિલેશ જયસ્વાલ દ્વારા નિર્દેશિત, ફિલ્મ સ્ટારફિશ રોમાંચક ડ્રામા અને પાણીની નીચેની દુનિયા પર આધારિત છે. સ્ટારફિશ, બીના નાયકની સૌથી વધુ વેચાતી પુસ્તક, સ્ટારફિશ પિકલ પર આધારિત છે. વાર્તા એક કુશળ કોમર્શિયલ ડ્રાઈવર તારાની આસપાસ ફરે છે, જે તેની આસપાસના દરેક માટે એક રહસ્ય છે. તે એક મજબૂત છોકરી છે, જે સામાજિક પરંપરાઓ ને પડકારે છે અને તેના ભૂતકાળને સ્વીકારે છે. તારાના જીવનમાં એક અણધાર્યો વળાંક આવે છે જ્યારે તે એક આધ્યાત્મિક ગુરુને પાર્ટીમાં મળે છે. જોવાનું એ રહે છે કે, આ કમનસીબ મિલન, તેમના જીવનમાં કેવી રીતે બદલાવ લાવે છે?
સ્ટારફિશ ફિલ્મની વાર્તા દમદાર છે, જે ભૂતકાળના રહસ્યો અને જીવનની બિનપરંપરાગત પસંદગીઓની આસપાસ ફરે છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમારની ટી-સિરીઝ અને ઓલમાઈટી મોશન પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે. સ્ટારફિશ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/સુનીલ / ડો. હિતેશ
