પુલવામા, નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ, પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબા (એલઇટી)ના બે આતંકવાદીઓની આઠ સંપત્તિઓ જપ્ત કરી છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, જમ્મુમાં એનઆઈએ સ્પેશિયલ કોર્ટના આદેશ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) ની જોગવાઈઓ હેઠળ કુલ આઠ સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવી છે. જેમાં લશ્કરના આતંકવાદી પુલવામા નિવાસી ગુલામ મોહી-ઉદ-દ્દીન વાનીના પુત્ર મોહમ્મદ શફી વાની અને અબ્દુલ અહદ ખાનના પુત્ર મોહમ્મદ ટીકા ખાનનો સમાવેશ થાય છે. એનઆઈએ અનુસાર, મોહમ્મદ શફી વાની અને મોહમ્મદ ટીકા ખાન જમ્મુ અને કાશ્મીર પોલીસના બે કર્મચારીઓની હત્યા અને પોલીસ પાર્ટી પર ગોળીબાર કરીને પાકિસ્તાની લશ્કર-એ-તૈયબાના આતંકવાદી નાવેદ જટ્ટને બળજબરીથી છોડાવવા સંબંધિત કેસોનો સામનો કરે છે.
પાકિસ્તાન સ્થિત લશ્કર કમાન્ડરની સૂચના પર, બંને આતંકવાદીઓએ એકબીજાની મદદથી કાવતરું ઘડ્યું અને શ્રીનગરની એસએમએચએસ હોસ્પિટલમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ પાર્ટી પર ફાયરિંગ કરીને મોહમ્મદ નાવેદ જટ્ટ ઉર્ફે અબુ હંઝુલ્લાહને પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરાવ્યો. હુમલા સમયે પોલીસ પાર્ટી નાવેદ જટ્ટને મેડિકલ તપાસ માટે લઈ ગઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન / સુનીત / માધવી
