
સુરત, 13 નવેમ્બર(હિ. સ.)-સુરત ના કામરેજ વિસ્તારના ખોલવડ ગામમાં આગ ફટાકડા ફોડતી વખતે શેરડીના ખેતરમાં તણખલું પડતા ભીષણ આગ લાગી હતી. આ તરફ અમદાવાદ ના વાસણામાં પણ આગ લાગી હતી. સ્વામિનારાયણ પાર્ક 3ના પાછળના ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી.
સૂકા લાકડાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ હર્યું હતું. વિગતો મુજબ ફટાકડાના કારણે ગત મોડી રાત્રે લાગેલી આગ પર ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
