નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને, દિવાળીની શુભેચ્છા પાઠવી છે. આ શુભ અવસર પર એક્સ પર એક પોસ્ટમાં, વડાપ્રધાને કહ્યું, દેશમાં અમારા પરિવારના તમામ સભ્યોને, દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સૌને દિવાળીની શુભકામનાઓ. આ વિશેષ તહેવાર, દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લાવે એવી પ્રાર્થના.”
આ પહેલા રાષ્ટ્રપતિએ દેશવાસીઓને, દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું, “દિવાળી પર તમામ દેશવાસીઓ, અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન. આ તહેવાર પ્રેમ, ભાઈચારો અને મિત્રતાનો સંદેશ આપે છે. આ તહેવાર દયા, સકારાત્મકતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. દિવાળીનો તહેવાર આપણા અંતઃકરણને પ્રકાશિત કરે છે. આ તહેવાર આપણને માનવતાનું ભલું કરવાની પ્રેરણા પણ આપે છે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / પવન / માધવી
