
શોપિયાં, નવી દિલ્હી, 9 નવેમ્બર (હિ.સ.). શોપિયાં ના કૈથોહલાન વિસ્તારમાં ગુરુવારે સવારે થયેલ અથડામણ માં સુરક્ષા દળોએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ)નો એક આતંકવાદી માર્યો ગયો છે.
કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ટીઆરએફ નો એક આતંકવાદી માર્યો ગયો છે. તેના કબજામાંથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. આ વિસ્તારમાં અન્ય આતંકીઓને શોધવાનું ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/બલવાન/સંજીવ / માધવી
