સુકમા, નવી દિલ્હી, 8 નવેમ્બર (હિ. સ.) છત્તીસગઢના સુકમા જિલ્લામાં બુધવારે સવારે, નક્સલવાદીઓના આઈઇડી બ્લાસ્ટમાં એક યુવક ઘાયલ થયો હતો.
આ ઘટના જિલ્લાના ડબ્બા-મારકા વિસ્તારમાં છોટે કેડવાલ તરફ જતા રસ્તા પર બની હતી જ્યાં નક્સલવાદીઓએ ચૂંટણી દરમિયાન સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે આઈઈડી લગાવી હતી.
પોલીસે માહિતી આપી છે કે, ઘાયલ યુવકને સુરક્ષા દળોના કેમ્પમાં સારવાર માટે લાવવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / મોહન ઠાકુર / સંજીવ / ડો. હિતેશ
