રાજકોટ/અમદાવાદ,04 નવેમ્બર (હિ.સ.) રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામ ખાતેના કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં ધો. 9 અને 11ના લેટરલ એન્ટ્રીની ખાલી પડેલ જગ્યાઓ ભરવા સંદર્ભે પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી 31 ઓકટોબર હતી જે વધારીને 7 નવેમ્બર સુધીની કરવામાં આવેલ છે. ઉમેદવારો
www.navodaya.gov.in તથા https://navodaya.gov.in/nvs/nvs- school/RAJKOT/en/home વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. ધોરણ નવ ની પ્રવેશ પરીક્ષા માટે ઉમેદવારે જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે તે જિલ્લાની સરકારી સરકાર માન્ય શાળામાં ધોરણ આઠમાં શૈક્ષણિક વર્ષ 2023-24માં અભ્યાસ કર્યો હોવો જોઈએ. અરજી કરવા ઈચ્છુક ઉમેદવારને જન્મ 1 મે,2009 થી 31 જુલાઇ,2011 સુધીની હોવી જોઈએ (બંને દિવસો સામેલ છે) આ નિયમ તમામ કેટેગરીના ઉમેદવારોને લાગુ પડશે તેમજ
ધોરણ 11 ની પ્રવેશ પરીક્ષા માટે ઉમેદવારે જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે તે જિલ્લાની સરકારી સરકાર માન્ય શાળામાં ધોરણ 10 માં શૈક્ષણિક વર્ષ 2023-24માં અભ્યાસ કર્યો હોવો જોઈએ.અરજી કરવા એ જ ઉમેદવારની જન્મ 1 જૂઈન,2007 થી 31 જુલાઇ,2009 હોવી જોઈએ (બંને દિવસો સામેલ છે) પ્રવેશ પરીક્ષા 10 ફેબ્રુઆરી,2024ના રોજ લેવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર/
