નવી દિલ્હી, 03 નવેમ્બર : ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે, સુપ્રીમ કોર્ટમાં કેસોની સુનાવણી મોકૂફ રાખવાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. સીજેઆઈએ કહ્યું કે, તેમણે કેટલાક ડેટા એકત્રિત કર્યા છે. તેમના કહેવા પ્રમાણે, આજે માત્ર 178 કેસમાં સુનાવણી મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે આ કોર્ટ તારીખે કોર્ટ બને.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં 3688 કેસમાં સુનાવણી મોકૂફ રાખવાની માંગણી કરવામાં આવી હતી. આ કેસોની ઝડપી સુનાવણીના હેતુને નિષ્ફળ કરે છે. હાઈકોર્ટને ટાંકીને મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, ત્યાં આવી કોઈ પ્રથા નથી.
