નવી દિલ્હી, 03 નવેમ્બર (હિ.સ.) ઓક્ટોબરમાં દેશમાં કોલસાનું ઉત્પાદન 18.59 ટકા વધીને 7.86 કરોડ ટન થયું છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં કોલસાનું ઉત્પાદન 6.63 કરોડ ટન હતું.
કોલસા મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” ઓક્ટોબરમાં કોલસાનું ઉત્પાદન 18.59 ટકા વધીને 78.6 મિલિયન ટન થયું છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં કોલસાનું ઉત્પાદન 6.63 કરોડ ટન હતું. જાહેર ક્ષેત્રની કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ (સીઆઇએલ)નું કોલસાનું ઉત્પાદન ઓક્ટોબરમાં 15.36 ટકા વધીને 6.10 કરોડ ટન થયું છે. જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં તે 5.29 કરોડ ટન હતું.”
ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં એપ્રિલ-ઓક્ટોબરમાં કોલસાનું ઉત્પાદન વધીને 50.70 કરોડ ટન થયું છે. પાછળના સમાન નાણાકીય વર્ષ 2022-23ના સમાન સમયગાળામાં, તે 44.84 કરોડ ટન હતું. ઓક્ટોબરમાં કોલસાનો પુરવઠો વધીને 79.3 કરોડ ટન થયો હતો. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 67.1 કરોડ ટન હતો. નોંધનીય છે કે, સીઆઈએલના સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં 80 ટકાથી વધુ યોગદાન આપે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર/ પવન / માધવી
