• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના ધ્યેય સૂત્ર સાથે સરદાર પટેલ ગૌરવગાથા અને રાજવી વંશજોના સન્માન કાર્યક્રમ
Regional

આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના ધ્યેય સૂત્ર સાથે સરદાર પટેલ ગૌરવગાથા અને રાજવી વંશજોના સન્માન કાર્યક્રમ

CliQ INDIA
Last updated: November 2, 2023 3:39 pm
CliQ INDIA
Share
7 Min Read
SHARE

– દેશના રાજવીઓએ પોતાના રજવાડાંઓ, પોતાની સત્તા અને મિલકતને દેશને સમર્પિત

કરીને ઉદારતા, દેશભક્તિ, રાષ્ટ્રચેતના અને ત્યાગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલું

– રજવાડાઓના અને રાજવીઓના ઇતિહાસને અમર રાખવાના ધ્યેય સાથે એકતાનગર ખાતે

એક અનોખું મ્યુઝિયમ બનાવવાનું આયોજન

– જ્ઞાતિ – જાતિ, ધર્મ – સંપ્રદાય, ઉંચનીચના ભેદભાવ મિટાવી દઈને સૌના સાથ, સૌના વિકાસના ધ્યેયમંત્ર સાથે વિકાસની રાજનીતિ માનનીય વડાપ્રધાનએ વિકસાવી છે.

અમદાવાદ,01 નવેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યાં.

આરોગ્ય મંત્રી અને અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી

પ્રફુલ્લ પાનસેરિયા પણ આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રી અને ઉપસ્થિત

મહાનુભાવોના હસ્તે રાજવી પરિવારના વંશજોનું સન્માન કરવામાં આવ્યું હતું.

સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, અખંડ ભારતના શિલ્પી અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની

149 મી જન્મજયંતી આપણે ઉજવી રહ્યા છીએ. સરદાર વલ્લભભાઈ પટેલે એક અને અખંડ ભારતનું નિર્માણ કરેલું. આજે ગુજરાતના પનોતા પુત્ર અને આપણા યશસ્વી વડાપ્રધાન એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે.

અખંડ ભારતના નિર્માણમાં રજવાડાઓના રાજવીઓના યોગદાન વિશે વાત કરતાં

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સ્વતંત્રતા બાદ દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર

વલ્લભભાઈ પટેલે રજવાડાઓના વિલીનીકરણની મુહિમ ચલાવેલી.દેશના રાજવીઓએ પોતાના

રજવાડાંઓ, પોતાની સત્તા અને મિલકતને દેશને સમર્પિત કરીને ઉદારતા, દેશભક્તિ, રાષ્ટ્રચેતના અને ત્યાગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલું. આવા રાજવીઓના વંશજના સન્માનનો આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાનના વિકાસથી વિરાસતના સંકલ્પને પરિપૂર્ણ કરવા તરફ પ્રતિબદ્ધતા દર્શાવે છે એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના રજવાડાઓના અને રાજવીઓના ઇતિહાસને અમર રાખવાના ધ્યેય સાથે વડાપ્રધાનના માર્ગદર્શનમાં એકતાનગર ખાતે એક અનોખું મ્યુઝિયમ બનાવવામાં આવનાર છે. અનેક ક્રાંતિકારીઓ અને વીર સપૂતોના બલિદાન થકી મળેલા સ્વરાજને સુરાજ્ય બનાવવાની સંકલ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં દરેક નાગરિકમાં નેશન ફર્સ્ટ અને રાષ્ટ્ર ચેતનાનો ભાવ જગાડીને સાકાર કરવામાં આવી રહી છે. જ્ઞાતિ – જાતિ, ધર્મ -સંપ્રદાય, ઉંચનીચના ભેદભાવ મિટાવી દઈને સૌના સાથ, સૌના વિકાસના ધ્યેયમંત્ર સાથે વિકાસની રાજનીતિ માનનીય વડાપ્રધાનએ વિકસાવી છે.

સરદાર પટેલ જયંતિનીરાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી વિશે વાત કરતા

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સૌ દેશવાસીઓમાં સાથે મળીને, એક બનીને નેક બનીને

રાષ્ટ્રનિર્માણમાં જોડાવાની ચેતના સરદાર પટેલ સાહેબે જગાવેલી, જેના ભાગરૂપે તેમની

જન્મજયંતીને આપણે એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ. આ દિવસે આપણે સૌ સાથે મળીને

દેશની એકતા અને અખંડિતતાના સામૂહિક શપથ લઈને સરદાર પટેલ સાહેબના વિચારો અને

વ્યક્તિત્વને વંદન કરીએ છીએ એમ તેમણે ઉમેર્યું હતું તથા યુવાઓમાં રાષ્ટ્ર ચેતના જગાવતા

આવા મહાસંમેલનના આયોજન બદલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને શુભકામનાઓ પણ પાઠવી હતી.

વધુમાં વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે રાષ્ટ્ર્રીય એકતા દિવસ નિમિતે દિલ્હીમાં

કર્તવ્યપથ પર અમૃત કળશ યાત્રાઓને આવકારીને મારી માટી, મારો દેશ અભિયાનના

સમાપનનો ભવ્ય કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. આ તકે યુવાઓ માટે મેરા યુવા ભારત સંગઠનની પણ જાહેરાત કરવામાં આવનાર છે. આવા કાર્યક્રમો દેશના યુવાઓમાં રાષ્ટ્ર ચેતના જગાવવાનું મહત્વનું કાર્ય કરે છે એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર પટેલ જયંતિ નિમિતે વિશ્વ

ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મહાસંમેલનના આયોજન થકી સરદાર પટેલ જયંતિની સાર્થક ઉજવણી

કરવામાં આવી હતી. આ મહાસંમેલનમાં જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી રાજવી પરિવારના

વંશજો સહભાગી થયા હતા.આ પ્રસંગે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના ધ્યેય સૂત્ર સાથે યોજાયેલી રેલીમાં 10,000 જેટલી કાર જોડાઈ હતી, જેણે ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ પ્રસંગે યોજાયેલા સરદાર પટેલ ગૌરવગાથા કાર્યક્રમમાં અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના અનેક પ્રસંગો અને અજાણી વાતો રજૂ કરવામાં આવ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉમા સૃષ્ટિ મેગેઝિનના સરદાર પટેલ વિશેષાંકનું પણ આ પ્રસંગે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે IAS ટ્રેનીંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સંસ્થા દ્વારા યોજાનારા ઓલમ્પિયાડ રમત મહોત્સવનું પ્રિ-લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ અને વાંકાનેરના રાજવી વંશજ મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજીએ જણાવ્યું કે, દેશ આઝાદ થયો ત્યારે એક શાસન અને એક સરહદના અનેક

વિકટ પ્રશ્નો વચ્ચે સરદાર પટેલે 562 રજવાડાંઓને એકસાથે લાવીને અખંડ ભારતનું નિર્માણ

કરવામાં પ્રમુખ યોગદાન આપેલું. એટલે જ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મજયંતી

આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ. રાષ્ટ્રનિર્માણ માટે રજવાડાંઓએ આપેલ

ત્યાગ અને દેશપ્રેમની ભાવનાને મૂલવવાનો અને સન્માન કરવાનો આ મહાસંમેલન કાર્યક્રમ

પ્રસંશનીય છે.

આ પ્રસંગે મહારાણા પ્રતાપના વંશજ એવા મહારાજ કુમાર સાહેબ ડો. લક્ષ્યરાજ

સિંહજીએ જણાવ્યું કે, સરદાર પટેલ અને ગાંધીજીની આ ભૂમિ પર રાજવી પરિવારના વંશજોના

સન્માનનો આ અનોખો કાર્યક્રમ સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. દેશની આઝાદીમાં અને આઝાદી બાદ અખંડ ભારતના નિર્માણમાં અનેક રાજવી પરિવારો અને વીર રાજાઓનું મહામૂલું યોગદાન રહેલું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત

શાહના કર્મઠ નેતૃત્વમાં આજે વૈશ્વિક સ્તરે ભારતની નોંધ લેવાય છે, દેશનું સન્માન અને કદ

વિશ્વભરમાં અનેકગણું વધ્યું છે.

આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલે સ્વાગત પ્રવચન કરતાં

જણાવ્યું કે, અખંડ ભારતના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવનારા 51 જેટલાં રાજા-રાજવીઓના

પરિવારોના વંશજોએ આજે આ મહાસંમેલનમાં ઉત્સાહભેર સહભાગી થઈને આગવી સામાજિક

સમરસતાનું ઉદાહણ પૂરું પાડ્યું છે. અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ શ્રી સરદાર

વલ્લભભાઈ પટેલના ધૈર્ય, સાહસ, ત્યાગ, સમર્પણ, દ્રઢ મનોબળ અને આગવી કોઠાસૂઝ જેવા ગુણો આજના યુવાઓમાં જગાડીને યુવાનોમાં રાષ્ટ્ર ચેતના જગાડવાનો આ કાર્યક્રમનો ઉદ્દેશ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર

ભાઈ પટેલના માર્ગદર્શન અને કુશળ નેતૃત્વમાં આજે રાજ્ય અને દેશના સૌ સમાજ એકસાથે

આવીને આધ્યાત્મિક ચેતના થકી રાષ્ટ્રચેતના જગાવીને રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થઈ રહ્યાં છે અને પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપી રહ્યાં છે એમ તેમણે ઉમેર્યું હતું. આ મહાસંમેલનમાં દેશભરમાંથી પધારેલા રાજવી વંશજો સહિત રાજ્યના

 

You Might Also Like

સુરતમાં સગર્ભા મહિલા, બે બાળકો સહિત પરિવાર અને ગામનિવાસી પોલીસકર્મીઓને સુરક્ષિત રેસ્ક્યુ કરાયા
સરકાર અને સંગઠન સાથે મળી લોક સેવાના કાર્યો કેવી રીતે કરી શકાય તેનું માર્ગદર્શન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત આપતા રહ્યા છે. – ભુપેન્દ્રભાઇ પટેલ
જૂનાગઢ જિલ્લાના બીલખા ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
જસદણ તાલુકાના રામળિયા ગામે યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ મોદી સંવાદ કાર્યક્રમની કામગીરી જિલ્લાકક્ષાની કમિટીની રચના
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 108 જેટલાનો, ડ્રોન ઝોન સ્થળોએ ડ્રોનનાં ઉપયોગ પર પ્રતિબંધ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારત અને બાંગ્લાદેશના વડાપ્રધાનો આજે સંયુક્ત રીતે ત્રણ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
Next Article અંકિતા લોખંડે અને વિકી જૈન લગ્ન પછી પણ સાથે નથી રહેતા, અભિનેત્રીનો મોટો ખુલાસો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?