નવસારી, 29 ઓકટોબર(હિ. સ.)-નવસારીના એપાર્ટમેન્ટના ફ્લેટમાં આગ લાગતા અફરા-તફરી મચી હતી. આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, નવસારીના વાજપાઇ ગાર્ડન પાસે સ્થાપત્ય એપાર્ટમેન્ટ આવ્યું છે. જે એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલા ફ્લેટ નં. 104 માં આગ લાગી હતી. જેના પગલે અફરા-તફરી મચી જવા પામી હતી. જોકે સ્થાનિકોએ તાત્કાલિક નવસારી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ પાણીનો બમ્બો લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે ફ્લેટમાં તપાસ કરતા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જણાયું હતું.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
