મુંબઈ, નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ. સ.). રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું છે કે, જો 20 કરોડ રૂપિયા નહીં ચૂકવવામાં આવે તો ગોળી મારી દઈશું. પોલીસના જણાવ્યા અનુસાર, મુકેશ અંબાણીને 27 ઓક્ટોબરે ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં આઈપીસી ની કલમ 387 અને 506 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ધમકી આપનાર વ્યક્તિએ ઈ-મેલમાં લખ્યું છે કે, તેની પાસે શ્રેષ્ઠ શાર્પ શૂટર્સ છે. જો તેને પૈસા નહીં મળે, તો તે તેમને મારી નાખશે. ધમકીભર્યો ઈ-મેલ મળ્યા બાદ, મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે, ગામદેવી પોલીસે આઈપીસી ની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
