
સુરત,26 ઓકટોબર (હિ.સ.) રાજય સરકાર દ્વારા અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના યુવાન-યુવતીઓ, સખી મંડળીઓને આર્થિક રીતે સ્વાયત્ત બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમાજના લોકો પણ નાના નાના ધંધા રોજગારથકી આર્થિક લાભ મેળવે તેવા આશયથી ભારત સરકારના એસ. સી/એસ. ટી. હબ અને રાજય સરકારના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરત તથા બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી એક સેમિનારનું આયોજન 27 ઓકટોબરના રોજ સવારે 10.00 વાગે અડાજણની સ્નેહ સંકુલ વાડી, આનંદ મહલ રોડ ખાતે કરવામાં આવ્યું છે. જેથી બહોળી સંખ્યામાં સમાજના યુવાન-યુવતિઓએ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
