નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિં.સ.) ભારતે ગુરુવારે હાંગઝૂ માં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સમાં, રેકોર્ડ બ્રેક 18 ગોલ્ડ મેડલ જીત્યા છે.
સચિન સર્જેરાવ ખિલારીએ પુરુષોની એફ-46 શોટ પુટમાં ભારતને 16મો ગોલ્ડ મેડલ જીત્યો. તેણે 16.03 મીટર નોંધણી કરીને, નવો ગેમ્સ રેકોર્ડ બનાવ્યો. આ જ ઈવેન્ટમાં રોહિત કુમારે 14.56 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે, ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
સચિનના સુવર્ણનો અર્થ એ છે કે, ભારતે એશિયન પેરા ગેમ્સમાં તેનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સુવર્ણ ચંદ્રક જીતવાનો રેકોર્ડ તોડ્યો, જે ભારતે 2018 માં સ્થાપ્યો હતો.
આની પહેલા ભાગ્યશ્રી માધવરાવ જાધવે, મહિલાઓના શોટ પુટ-એફ 34માં બીજું સ્થાન મેળવીને ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો.
સિદ્ધાર્થ બાબુએ મિક્સ્ડ 50 મીટર રાઈફલ પ્રોન એસએચ-1માં પ્રથમ સ્થાન મેળવીને ભારત માટે વધુ એક સુવર્ણ ચંદ્રક જીત્યો. દરમિયાન, તીરંદાજીમાંથી ભારતનો 18મો ગોલ્ડ મેડલ આવ્યો, જેમાં શીતલ દેવી અને રાકેશ કુમારે મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ – ઓપન ફાઇનલમાં જીત મેળવી.
ભારતે આ ગેમ્સમાં અત્યાર સુધીમાં કુલ 72 મેડલ જીત્યા છે. જેમાં 18 ગોલ્ડ, 21 સિલ્વર અને 33 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
