નવી દિલ્હી, 25 ઓક્ટોબર (હિ.સ.) નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) દ્વારા શાળાના અભ્યાસક્રમમાં સુધારો કરવા માટે રચવામાં આવેલી સામાજિક વિજ્ઞાનની ઉચ્ચ-સ્તરીય સમિતિએ ભલામણ કરી છે કે તમામ વર્ગોની શાળાના પાઠ્યપુસ્તકોમાં ”ઇંડિયા ‘ને ‘ભારત’ કરવુ જોઈએ. જો કે, એનસીઈઆરટીએ બુધવારે તેના પાઠ્યપુસ્તકોમાં ભારતનો ઉલ્લેખ કરવાની ભલામણ પર, મીડિયાના હોબાળાના જવાબમાં એક નિવેદન બહાર પાડ્યું હતું.
સમિતિના અધ્યક્ષ સી આઈ આઈઝેકના જણાવ્યા અનુસાર, “પેનલે પાઠ્યપુસ્તકોમાં ”ઇંડિયા’ના સ્થાને ‘ભારત’ નામ રાખવાની ભલામણ કરી હતી. જેમાં અભ્યાસક્રમમાં ‘પ્રાચીન ઇતિહાસ’ને બદલે ‘શાસ્ત્રીય ઇતિહાસ’નો સમાવેશ થાય છે અને અભ્યાસક્રમમાં ભારતીય જ્ઞાન પ્રણાલી (આઈકેએસ) દાખલ કરવામાં આવે છે.”
તમામ એનસીઈઆરટી પાઠ્યપુસ્તકોમાં ‘ઇંડિયા’નું નામ બદલીને ભારત રાખવા અંગેના મીડિયા અહેવાલો પર, એનસીઈઆરટી કહે છે કે,” એનસીઈઆરટી નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો વિકસાવવાની પ્રક્રિયામાં સામેલ હોવાથી અને આ હેતુ માટે, એનસીઈઆરટી એ સંબંધિત વિષય નિષ્ણાતોના વિવિધ અભ્યાસક્રમ વિસ્તાર જૂથોની રચના કરવાની સૂચના આપવામાં આવી રહી છે. તેથી સંબંધિત મુદ્દે મીડિયામાં ચાલી રહેલા સમાચારો પર કોઈ ટિપ્પણી કરવી વહેલા ગણાશે.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / દધીબલ / માધવી
