નવી દિલ્હી, 25 ઓકટોબર (હિ. સ.) રજનીકાંત અને અમિતાભ બચ્ચન 33 વર્ષ પછી સાથે કામ કરશે. હવે રજનીકાંતની નવી ફિલ્મ ‘થલાઈવર 170’ દર્શકો સામે આવી રહી છે. આ ફિલ્મમાં રજનીકાંત સાથે બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જોવા મળશે.
રજનીકાંતે ટ્વિટર પર, અમિતાભ બચ્ચન સાથેની એક તસવીર શેર કરી છે. ફોટો શેર કરતા તેણે લખ્યું, “33 વર્ષ પછી હું ફરી એકવાર અમિતાભ બચ્ચન સાથે ‘થલાઈવર 170’માં કામ કરીશ. લાયકા પ્રોડક્શનની આ ફિલ્મનું નિર્દેશન ટીજે જ્ઞાનવેલ કરશે. મારું હૃદય ખુશીથી ઝૂમી રહ્યું છે.”
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘થલાઈવર 170’, વાસ્તવિક જીવનની ઘટનાથી પ્રેરિત છે. રજનીકાંત પોલીસની ભૂમિકામાં જોવા મળશે. આ પહેલા અમિતાભ બચ્ચન અને રજનીકાંત હમ, અંધા કાનૂન અને એટેક ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. રજનીકાંત અને અમિતાભ ઉપરાંત, આ ફિલ્મમાં રાણા દગ્ગુબાતી, ફહાદ ફાસિલ, રિતિકા સિંહ, મંજુ વૉરિયર અને દશેરા વિજયન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મના સંગીત નિર્દેશક અરિરુદ્ધ રવિચંદ્ર છે. શાહરૂખની સુપરહિટ ફિલ્મ જવાન માટે અરિરુધે સંગીત આપ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર / સુનીત / માધવી
