ચંડીગઢ, નવી દિલ્હી, 25 ઓક્ટોબર (હિ.સ.) ખાલિસ્તાની આતંકવાદી અમૃતપાલના પિતા આજે જ્યારે કતાર જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમને એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. એરપોર્ટ અધિકારીઓ અને પોલીસે બુધવારે લગભગ એક કલાક સુધી પૂછપરછ કર્યા બાદ તેમને ઘરે પરત મોકલી દીધા હતા.
આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ અમૃતપાલના પિતા તરસેમ સિંહ, બુધવારે સવારે અમૃતસર એરપોર્ટ પહોંચ્યા હતા. તે કોઈ કામ માટે કતાર જવા માંગતા હતા, પરંતુ તેને કતાર જવાની પરવાનગી મળી ન હતી. આ પહેલા અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપને પણ ઈમિગ્રેશન અધિકારીઓએ અમૃતસર એરપોર્ટ પર રોકી હતી. અહીં પૂછપરછ બાદ કિરણદીપને ઘરે મોકલી દેવામાં આવી હતી.
23 ફેબ્રુઆરીના રોજ અમૃતપાલે પંજાબના અમૃતસર જિલ્લાના અજનાલા પોલીસ સ્ટેશન પર તેના એક સમર્થકની મુક્તિની માંગણી માટે હુમલો કર્યો હતો. ત્યારથી તે પોલીસના રડાર પર આવી ગયો હતો. 18 માર્ચે પોલીસે તેની ધરપકડ કરવા ઘેરો ઘાલ્યો હતો, પરંતુ તે ફરાર થઈ ગયો હતો. આ પછી 23 એપ્રિલે તેની ધરપકડ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ / સુનીત / ડો. હિતેશ / માધવી
