
વડોદરા,25 ઓકટોબર (હિ.સ.) વડોદરાનાં પોલો ગ્રાઉન્ડમાં દશેરા પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાવણ દહન અને રામલીલાનો કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા 42 વર્ષોથી રાવણ દહનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. 51 ફૂટના ઊંડા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ત્યારે આગ્રાનાં 21 કારીગરોએ પૂતળા તૈયાર કર્યા છે. 1 લાખથી વધુ લોકો રાવણ દહન કાર્યક્રમમાં જોડાઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
