
નવી દિલ્હી, 25 ઓક્ટોબર (હિ. સ.). આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ઇવેન્ટ ટેકનિકલ કમિટીએ શ્રીલંકાની ટીમમાં મેથીશા પથિરાના ના સ્થાને એન્જેલો મેથ્યુઝને મંજૂરી આપી છે.
પથિરાના ને પ્રેક્ટિસ મેચ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી, જેમાંથી તે સાજો થઈ શક્યો ન હતો અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો, ત્યારબાદ શ્રીલંકા માટે 221 વન-ડે રમનાર મેથ્યુઝને પથિરાના ના સ્થાને સ્થાન આપવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, રિપ્લેસમેન્ટ પ્લેયરને સત્તાવાર રીતે ટીમમાં સામેલ કરવામાં આવે તે પહેલા ઈવેન્ટ ટેકનિકલ કમિટીની મંજૂરી લેવી જરૂરી છે.
આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ઇવેન્ટ ટેકનિકલ કમિટીમાં વસીમ ખાન (આઇસીસી જનરલ મેનેજર – ક્રિકેટ અને ઇટીસી ચેરમેન), ક્રિસ ટેટલી (આઇસીસી હેડ ઓફ ઈવેન્ટ), હેમાંગ અમીન (કાર્યકારી સીઈઓ – બીસીસીઆઈ), ગૌરવ સક્સેના (જનરલ મેનેજર – ઓપરેશન્સ, બીસીસીઆઈ) રસેલ આર્નોલ્ડ અને સાઈમન ડોલ (સ્વતંત્ર પ્રતિનિધિ) સામેલ છે.
હિન્દુસ્થાન સમાચાર/સુનીલ / ડો. હિતેશ/માધવી
