નવી દિલ્હી, 23 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન પેરા ગેમ્સમાં ભાગ લેનારી ભારતીય ટીમને, શુભેચ્છા પાઠવી છે.
વડાપ્રધાને એક્સ પર પોસ્ટ કર્યું, “એશિયન પેરા ગેમ્સ શરૂ થતાં, હું અતુલ્ય ભારતીય ટીમને, મારી શુભેચ્છાઓ આપું છું! ભારતનું પ્રતિનિધિત્વ કરનાર દરેક એથ્લેટની જીવન યાત્રા, પ્રેરણાદાયી હોય છે. મને વિશ્વાસ છે કે તેઓ સાચી ભારતીય ખેલદિલીનું પ્રદર્શન કરશે.
હિન્દુસ્થાન સમાચાર/
