નવી દિલ્હી, 22 ઓક્ટોબર : ભારતીય જનતા પાર્ટીએ આજે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે, તેની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 52 નામ છે. જેમાં ત્રણ સાંસદોને, ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય ટી રાજા સિંહનું નામ પણ છે, જેમનું સસ્પેન્શન પાર્ટીએ આજે જ રદ્દ કરી દીધું છે.
ટીઆરએસ સરકારમાં મંત્રી રહી ચૂકેલા અને હવે, બીજેપીના ધારાસભ્ય એવા ઈટાલા રાજેન્દ્રને હુઝુરાબાદ અને ગજવેલ, એમ બે જગ્યાએથી ટિકિટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પણ, ગજવેલથી ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય સાંસદ ગજવેલ બંડી સંજયને કરીમનગરથી, સાંસદ ધર્મપુરી અરવિંદને કોરટિયાથી, સાંસદ સોયમ બાપુ રાવને બોથ થી અને ટી રાજા સિંહને, ગોશામહલથી ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ આજે જાહેર કરેલી યાદીમાં 12 મહિલાઓના નામ છે.
તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો માટે, 30 નવેમ્બરે મતદાન થવાનું છે.
