ધર્મશાલા, નવી દિલ્હી, 22 ઓક્ટોબર (હિં.સ.) ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ધર્મશાલામાં રમાઈ રહેલી મેચને લઈને, ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આજે બપોરે 2 વાગ્યાથી શરૂ થનારી આ મેચ જોવા માટે, ક્રિકેટપ્રેમીઓની ભીડ ક્રિકેટ સ્ટેડિયમ તરફ ઉમટી રહી છે. આ મેચને માણવા માટે દેશભરમાંથી જ નહીં, પરંતુ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં દર્શકો, ક્રિકેટ પ્રેમીઓ ધર્મશાળા પહોંચ્યા છે.
ધર્મશાલામાં રમાઈ રહેલી આ મેચ બે ટીમો વચ્ચે છે, જે હાલમાં ટોપ પર છે. આ મેચનો અર્થ બંને ટીમો માટે મોટો છે. કારણ કે, ભારત ટોચ પર આવવા માંગે છે જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ સ્થાને રહેવા માંગે છે. હવે જોવાનું એ રહે છે કે આ મેચમાં કોનો હાથ ઉપર રહે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / સુનીલ / માધવી
