સોમનાથ/અમદાવાદ,19 ઓકટોબર ગીર સોમનાથ જિલ્લામાં આઈ.ટી.આઈ સર્વેયર ડિપ્લોમા સિવિલ,બી.ઈ.સિવિલનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોને પ્રાથમિક તાલીમ બાદ સર્વેયર તરીકે લાઇસન્સ આપવામાં આવશે. લાઇસન્સ મેળવ્યા બાદ ઉમેદવારો સ્વરોજગારીની તક મળશે તેમજ જિલ્લામાં જરૂરિયાત હશે ત્યારે સરકારી નિયમોને આધારીત માનદ વેતન,દૈનિક વેતન,માસિક વેતન,કમિશન આધારિત કામ કરાવવામાં આવશે.
જેમા સર્વેયરના લાઇસન્સ માટે ઉમેદવારોએ પોતાના અસલ અને નકલની (ઝેરોક્ષ) ડૉક્યુમેન્ટ સાથે રજા સિવાયના દિવસોમાં ઓફિસ સમયે સ્વખર્ચે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેકટર લેન્ડ રેકર્ડઝની કચેરી, જિલ્લા સેવા સદન, તાલાલા-વેરાવળ રોડ, ઈણાજ ખાતે સંપર્ક કરવાનો રહેશે.
