પણજી, નવ ઈ દિલ્હી,19 ઓક્ટોબર (હિ.સ.) 37મી નેશનલ ગેમ્સનું ઔપચારિક ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 26 ઓક્ટોબરે સાંજે 6.30 વાગ્યે ગોવામાં કરશે. જો કે, બેડમિન્ટન ટૂર્નામેન્ટની આ રમતો, ઔપચારિક ઉદ્ઘાટન પહેલા ગુરુવારે શરૂ થઈ હતી.
મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત, રમતગમત પ્રધાન ગોવિંદ ગૌડે અને અન્યોની હાજરીમાં, અહીં બેડમિન્ટન ટૂર્નામેન્ટ ગુરુવારે સવારે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમમાં શરૂ થઈ હતી.
આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી સાવંતે કહ્યું હતું કે, “આ તે સપનું છે જે અમે છેલ્લા 10 વર્ષથી જોતા હતા અને અહીં આ કાર્યક્રમનું આયોજન કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. નેશનલ ગેમ્સની આ આવૃત્તિ અત્યંત સફળ રહેશે. મને આશા છે કે આ ભવિષ્યમાં એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં ચમકવા માટે તમામ એથ્લેટ્સ માટે એક આદર્શ પ્લેટફોર્મ તરીકે કામ કરશે.
જ્યારે ગોવા તેના સમુદ્ર અને રેતી માટે પ્રખ્યાત છે, અમે ઈચ્છીએ છીએ કે તે તેની રમતગમતની ક્ષમતા માટે સમાન રીતે ઉજવવામાં આવે. તેમણે કહ્યું.
ગોવિંદ ગૌડેએ જણાવ્યું હતું કે,” વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહાન વિઝન ધરાવે છે અને તેઓ દરેક રમતવીરને, રમતના ક્ષેત્રમાં ભારતને આગળ લઈ જવા માટે પ્રોત્સાહિત કરે છે.”
તેણે કહ્યું, “તે મુજબ, અમે 37મી નેશનલ ગેમ્સ ગોવામાં આગળ વધી રહ્યા છીએ. અમને ખાતરી છે કે, આ ટુર્નામેન્ટ ખૂબ જ સફળ રહેશે.”
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
