મોડાસા,17 ઓકટોબર : મેઘરજ તાલુકાના અંતરિયાળ ગુજરાત રાજસ્થાન સરહદે આવેલઅને રેલ્લાવાડાથી નહેરુકંપા સુધીનો રસ્તો 20 વર્ષ અગાઉ બન્યોહતો છેલ્લા કેટલાય વર્ષોથી આ રસ્તો હાડપિંજર જેવો ચીંથરેહાલ સ્થિતિમાં હતો. દરરોજના હજારો નાના મોટા વાહનો આ રસ્તેથી પસાર થાય છે. જેના કારણે વાહન ચાલકો ભારે પરેશાન હતા કમરતોડરસ્તાના કારણે વાહનોમાં પણ નુકશાની વેઠવાનો વારો હતો આ વિસ્તારના લોકોની વર્ષોથી નવા રસ્તા માટે માગણી હતી ત્યારેધારાસભ્ય પી સી બરંડા,તેમજ સંગઠનના પ્રયાસથી રેલ્લાવાડાથીનહેરુકંપા સુધીનો રૂપિયા 8.56 કરોડ ના ખર્ચે 14 કિમિનો રસ્તો મંજુરથતાં આજે ભિલોડા – મેઘરજ ધારાસભ્ય પી સી બરંડા તેમજ જિલ્લાપંચાયત પ્રમુખ પ્રિયંકાબેન સુભાષભાઈ ડામોરના હસ્તે ભૂમિપૂજનકરાયું વર્ષો જૂની માંગ સંતોષાતાં સ્થાનિક રહીશોમાં આનંદનીલાગણી છવાઈ છે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી ભીખાજી ડામોર,મેઘરજ તા.૫ પ્રમુખ જયાબેન મનાત,તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ભુપતસિંહ ચૌહાણ,મોતીલાલ,યોગેશભાઈ જયદીપસિંહ,પરેશયટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
