સુરત,17 ઓકટોબર : સુરતના લિંબાયત વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અંગત અદાવતમાં 3 અજાણ્યા શખ્સોએ યુવકની કરપીણ હત્યા કરી હતી. યુવકને માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. હત્યાની ઘટનાને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
લિંબાયતના ક્રાંતિ નગરમાં સરાજાહેર યુવકની હત્યા કરવામાં આવી હતી. નાસ્તાની લારી પર જ હત્યા કરવામાં આવી હતી. રાત્રીના સમયમાં હત્યા કરવામાં આવી હતી. રહીમ ખલીલ શેખની હત્યા કરવામાં આવતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સમગ્ર હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
લિંબાયત વિસ્તારમાં 28 વર્ષીય રહીમ શેખની હત્યાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રહીમ શેખના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમના પરિવારજનો પણ આવી ગયા હતાં.
