ચંદીગઢ, નવી દિલ્હી, 17 ઓક્ટોબર : પંજાબ પોલીસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુલબીર સિંહ જીરા ની મંગળવારે સવારે જીરા ની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. પોલીસના ઘરે દરોડા સમયે કુલબીર સૂતા હતા. જીરાની સરકારી કામમાં અવરોધ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
આ પહેલા જીરાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તે પોતે મંગળવારે પોતાની ધરપકડ કરાવશે. તેની સામે ચાર દિવસ પહેલા ફિરોઝપુરમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ઝીરાના બીડીપીઑ ની ફરિયાદ પર પોલીસે આ કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, 11 અને 12 ઓક્ટોબરે કુલબીર સિંહ ઝીરાએ તેમની ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તે તેના સાથીઓ સાથે બળજબરીથી તેના રૂમમાં ઘુસી ગયા હતા. સરકારી કામમાં દખલગીરી કરવા ઉપરાંત, કર્મચારીઓ સાથે ગેરવર્તન પણ કર્યું હતું.
