રાજપીપલા, 16 ઓકટોબર – રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રીના સ્વચ્છતા હી સેવાને ખરા અર્થમાં સાર્થક કરવા ૧૬ ડિસેમ્બર સુધી ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં વિવિધ શાળાઓમાં બાળકો દ્વારા અનેક જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સ્વચ્છતા અભિયાનમાં વધુને વધુ જન આંદોલનનો સહયોગ મળે જેને અનુલક્ષીને સાગબારા તાલુકાના શ્રી મોગરમાંઇ આશ્રમ શાળા દેવમોગરાના બાળકો થકી સ્વચ્છતા હી સેવા અંતર્ગત બાળકો દ્વારા સાફસફાઇ કરીને સ્વચ્છતાનો મેસેજ આપવામાં આવી રહ્યો છે.
તદઉપરાંત આશ્રમશાળાના પ્રાંગણમાં સફાઈ હાથ ધરવામાં ધરવાની સાથોસાથ સ્વચ્છતા હી સેવા અંગેના મારું ગામ સ્વચ્છ ગામ, સિંગલ યુસ પ્લાસ્ટિક બંધ કરો સહિતના પોસ્ટરો સાથે બાળકોએ રેલીઓ દ્વારા સ્વચ્છતા માટેના ઝુંબેશને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
સફાઈ અભિયાન અંતર્ગત વિવિધ થીમો આધારીત ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત, I Love my India જેવા વિષયો પર ચિત્રો દોરીને પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે.
